કલ્યાણપુર તાલુકાના સતવારા પાડા વિસ્તારમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. અહીં 65 વર્ષીય વૃદ્ધના મકાનમાંથી તસ્કરોએ અંદાજે રૂ. 1.10 લાખની કિંમતના દાગીના અને રોકડની ચોરી કરી હોવાની માહિતી મળી છે.
માહિતી મુજબ, પ્રકાશભાઈ ચમનલાલ જોધપુરાના મકાનમાં 13 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર દરમિયાન તસ્કરોએ ડેલીનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. રસોડા તરફથી ઘરમાં ઘૂસી, લોખંડના કબાટની તિજોરી તોડી નાખવામાં આવી હતી.
અંદાજે રૂ. 1.10 લાખની કિંમતના દાગીના અને રોકડની ચોરી
તિજોરીમાંથી આશરે સાડા ત્રણ તોલાના સોનાના દાગીના, જેમાં એક તોલાની ત્રણ વીંટી, બે તોલાનો તૂટેલો ચેન તેમજ અન્ય નાની-મોટી ચીજવસ્તુઓ અને રૂ. 5,000 રોકડ મળી કુલ રૂ. 1,10,000ની ચોરી થઈ હતી.
ઘટનાની જાણ થતાં જ કલ્યાણપુર પોલીસે પ્રકાશભાઈ જોધપુરાની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હાલ આ કેસની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ કરી રહ્યા છે.