જામનગર: Jamnagar Power Theft Caseમાં સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપતાં એક મહિલાને વીજચોરીના બે અલગ-અલગ કેસમાં કુલ ચાર વર્ષની કેદ અને રૂ. 3.75 લાખનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી Indian Electricity Act Section 135 હેઠળ કરવામાં આવી હતી.
Power Theft in Jamnagar: બે અલગ-અલગ ચેકિંગમાં વીજચોરી ઝડપાઈ
મળતી માહિતી મુજબ, પ્રથમ ઘટનામાં તા. 12 ડિસેમ્બર, 2022ના રોજ વીજ ચેકિંગ અધિકારી એ.આર. પરમાર અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ બીજી ઘટનામાં તા. 19 સપ્ટેમ્બર, 2024ના રોજ ચેકિંગ અધિકારી પી.બી. પ્રસાદ દ્વારા નગરસીમા સબ-ડિવિઝન હેઠળ આવેલા ધ્વારકેશ-5 વિસ્તારમાં નીતાબેન દેવશીભાઈ જાદવના રહેણાંક મકાનમાં વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન આરોપી દ્વારા અધિકૃત વીજ જોડાણ વિના સીધું (ડાયરેક્ટ) જોડાણ મેળવી ગેરકાયદેસર રીતે વીજચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ચેકિંગ અધિકારીઓએ ચેકિંગ શીટ, સ્થળ પંચનામું અને એનેક્સર-4 સહિતની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી.
Indian Electricity Act Section 135 હેઠળ ફરિયાદ નોંધાઈ
નગરસીમા સબ-ડિવિઝનના નાયબ ઇજનેર અને ફરિયાદી પ્રતિકસિંહ અશોકસિંહ જાડેજા દ્વારા જીયુવીએનએલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસમાં રૂ. 63,906.76 તથા બીજા કેસમાં રૂ. 60,815.51ની વીજચોરી અંગે Indian Electricity Act Section 135 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
Special Court Jamnagarનો ચુકાદો
બંને કેસોની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે કુલ 7 સાક્ષીઓ અને 17 દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ફરિયાદી અને સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ Special Court Jamnagarએ આરોપી નીતાબેન દેવશીભાઈ જાદવને બંને કેસમાં બે-બે વર્ષની કેદ (કુલ ચાર વર્ષ) તેમજ રૂ. 3,75,000નો દંડ ફટકાર્યો હતો.
PGVCLને વળતર ચૂકવવાનો આદેશ
કોર્ટે આરોપીને PGVCLને રૂ. 15,000 વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. ઉપરાંત, પુરવણી બિલની રકમ વસૂલવા માટે પીજીવીસીએલને અલગથી સિવિલ દાવો કરવાની જરૂર રહેશે નહીં. કોર્ટના આદેશના આધારે સીધી દરખાસ્ત કરીને બાકી રકમની વસૂલાત કરી શકાશે, તેવો પણ સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે.
સરકાર અને PGVCL તરફથી વકીલો હાજર રહ્યા
આ કેસમાં PGVCL તરફથી એડવોકેટ રાજેશ કે. વસીયર તથા સરકાર તરફથી સરકારી વકીલ ડી. આર. ત્રિવેદી હાજર રહ્યા હતા.